PM Kisan Yojana : દેશભરના ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. નરેન્દ્ર મોદી સરકારે PM કિસાન યોજનાનો 14મો હપ્તો ખેડૂતોને ટ્રાન્સફર કરવાની તારીખ જાહેર કરી દીધી છે.
28 મી જુલાઈના રોજ દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.જાણકારી માટે તમને જણાવી દઈએ કે રાજસ્થાન ના નાગૌર જિલ્લામાં પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી પોતે બટન દબાવીને ખેડૂતોના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરશે. આ વખતે આમાં મોટી સંખ્યામાં ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યોજના નું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
પાત્રતા | E-KYC હોવું જરૂરી છે, બેંક નો ખાતા નંબર NPCI સાથે લિંક હોવો જરૂરી છે |
પૈસા કઈ ટ્રાન્સફર થશે | ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે |
14 મોં હપ્તો આવવા ની તારીખ | 28 મી જુલાઈ |
નોંધણી માટે વેબસાઇટ | pmkisan.gov.in |
કેટલા પૈસા ટ્રાન્સફર થશે?
PM મોદી 28 જુલાઈએ દેશના 8.5 કરોડ ખેડૂતોને PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર કરશે . 2,000 -2,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. આ નાણાં DBT દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ યોજના દ્વારા સરકારનો પ્રયાસ નાના ખેડૂતો સુધી સીધો પહોંચવાનો છે. તે ફેબ્રુઆરી 2019 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ માટે, PM કિસાનમાં નોંધણી તેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર કિસાન કોર્નરની મુલાકાત લઈને ઑનલાઇન કરી શકાય છે. તમે તેને પણ ચકાસી શકો છો. તમારું નામ આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં સામેલ છે કે નહીં અને યોજનાનો લાભ મેળવવા માટે, તમારા જમીનના રેકોર્ડની ચકાસણી સાથે, E-KYC પણ જરૂરી છે. તેની સાથે બેંક એકાઉન્ટ નંબર NPCI લિંક હોવો જરૂરી છે.
કોને આ યોજના નો લાભ મળશે ?
આ યોજના લાભ મેળવવા માટે ખેડૂત હોવું જરૂરી છે અને આ યોજના નો લાભ મેળવવા માટે તમારા જમીન ના રેકોર્ડ ની ચકાસણી સાથે,
શું છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PMKSNY)?
પીએમ કિસાન યોજના નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કિસાનો માટે શરુ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે જે 1 ફેબ્રુઆરી 2019 ના રોજ દેશ ના બજેટ રજુ કરવાના સમયે શરુ કરવામાં આવી હતી , જેમાં દેશના નાના અને મધ્યમ વર્ગ ના ખેડૂતો ને 1 વર્ષ માં 6000 રૂપિયા 2000-2000 રૂપિયા ના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે , આમ કરી ને સરકાર નો પ્રયાસ ખેડૂતોની મદદ કરવાનો છે, અને આ 2000 રૂપિયા ખેડૂતો ના બેંક ખાતા માં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા નાખવામાં આવે છે.