PM WANI Yojana 2023, ફ્રી વાઇ-ફાઇ (પીએમ વાણી યોજના)

Join WhatsApp ગ્રુપ Join Now
Follow Us On Google News Join Now

PM WANI Yojana, પ્રધાનમંત્રી વાણી યોજના 2023, ફ્રી વાઇફાઇ યોજના, online અરજી કરવા માટે ની વેબસાઈટ, online અરજી કઈ રીતે કરવી (How to apply online) , પીએમ વાણી ફુલ ફોર્મ (Full form ), લાભો (Benefits) , દસ્તાવેજ (Documents ), પાત્રતા (Eligibility) , ટોલફ્રી નંબર (Toll Free Number).

અત્યારે ભલે ભારત માં ઈન્ટરનેટ વિશ્વ માં સૌથી સસ્તું છે તો પણ દેશના ઘણા લોકો ની પહોંચ થી ઈન્ટરનેટ હજુ દૂર છે, અને જો ઈન્ટરનેટ ઉપલબ્ધ છે તો ઈન્ટરનેટ સ્પીડ બહુજ ઓછી આવે છે એટલે છેવાડા ના માનવી સુધી સારી સ્પીડ વાળું ઈન્ટરનેટ પહોંચી રહે અને લોકો બિલકુલ ફ્રી માં ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકે છે.

એ જોતા મોદી સરકાર એક યોજના લઈને આવ્યા છે જેનું નામ છે PM WANI Yojana, ખુશી ની વાત એ છે કે દેશ ના બધા રાજ્યો માં આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે, અને કેટલાક વિસ્તાર માં ફ્રી વાઇફાઇ મળવાનું શરુ પણ થઇ ગયું છે , શું તમારા વિસ્તાર માં મળે છે કે નહિ આ યોજનાનો લાભ નીચે કોમેન્ટ બોક્સ માં પ્રતિભાવ આપો, તો આવો PM WANI Yojana ને વિસ્તાર થી જાણીએ.

Read Also:   PM રોજગાર મેળા યોજના (PM rojgar mela yojana gujarat 2023),10 લાખ જગ્યા

PM WANI Yojana શું છે? (What is PM WANI Yojana)

પ્રધાનમંત્રી મોદી ભારત ને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માંગે છે એજ દિશા માં આગળ વધવા માટે ડિસેમ્બર 2020 માં પીએમ વાણી યોજના શરૂ કરવામાં આવી હતી, આ યોજના અંતર્ગત ભારત ના મુખ્ય એવા સ્થાન પર સરકાર દ્વારા ફ્રી વાઇફાઇ આપવામ આવશે જે સાર્વજનિક અને પ્રખ્યાત સ્થળ છે, જેથી એ સ્થાન પાર રહેવા વાળા લોકો અટવા ત્યાંથી પસાર થતા લોકો અથવા ત્યાં થોડોક સમય માટે આવેલા લોકો ને મફત વાઇફાઇ મળી રહે ,

આ મફત વાઇફાઇ ચલાવવા માટે કોઈ પણ ચાર્જ સરકાર તરફ થી લેવામાં આવશે નહિ એટલે કોઈ પણ તમારી સાથે આ યોજના ના નામે ફ્રોડ ના કરે એ ધ્યાન રાખજો, આ યોજના શરૂ થવાથી દેશ માં ઈન્ટરનેટ યુઝર્સ માં વધારો થશે, online બિઝનેસ કરવા વાળા ખુબ જ ફાયદો થશે , અને હા આ યોજના થી રોજગારી પણ ઉત્પન્ન થશે.

યોજના નું નામPM WANI Yojana 2023
લાભાર્થી ભારત ના લોકો, ભારત આવતા પ્રવાસીઓ
કયારે શરૂ કરવામાં આવી ડિસેમ્બર 2020
પાત્રતા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોવું જોઈએ જેમ કે ફોન, કોમ્પ્યુટર , લેપટોપ , ટેબ્લેટ etc .
કોણે શરુ કરી નરેન્દ્ર મોદી સરકાર (ભારત સરકાર)
યોજના નો ઉદેશ્ય દેશ ના સાર્વજનિક સ્થાનો ને ઈન્ટરનેટ થી જોડવાનું
હેલ્પલાઈન નંબર 011-23372071
+91-80-25119898 (9 AM to 5 PM)
+91-11-26598700 (9 AM to 5 PM)
ઓફિશ્યિલ વેબસાઈટClick here
હોમ પેજ Click here

PM WANI Yojana નું પૂરું નામ (PM WANI Yojana Full Form)

પીએમ વાણી યોજના નું પૂરું નામ Prime Minister Wi-Fi Access Network Interface છે. અને આ યોજના પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવાંમાં આવી છે.  

Read Also:   પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023, ઓનલાઈન અરજી (PMVVY)

PM WANI Yojana નું ઉદેશ્ય શું છે? (Purpose of PM WANI Yojana)

ભારત માં ધણી બધી ટેલિકોમ કંપનીઓ દ્વારા સસ્તું ઈન્ટરનેટ આપવામાં આવે છે, મુખ્યત્વે JIO નો વધારે લોકો ઉપયોગ કરે કેમ કે જીઓ કંપની ના કારણે જ ભારત માં ઈન્ટરનેટ એટલું સસ્તું થયું છે તો પણ દેશ માં ઘણા એવા લોકો છે જે ઇન્ટરનેટ નો ઉપયોગ નથી કરી શકતા, જેનું મુખ્ય કારણ છે પૂરતા પૈસા ના હોવા રિચાર્જ કરવાના, એટલે આ યોજના મુખ્ય ઉદેશ્ય પણ એજ છે કે વધારે માં વધારે લોકો સુધી આ યોજના પહોંચે અને લોકો મફત ઈન્ટરનેટ નો ઉપયોગ કરી શકે , પોત્તાની મનપસંદ જાણકારી ઈન્ટરનેટ માં સર્ચ કરી શકે, online ભણી શકે અથવા તો online બિઝનેસ કરી શકે. આ યોજના માં ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન દેવાનું પણ સામેલ કર્યું છે.

PM WANI Yojana માં લાભ લેવા માટે લાયકાત (Eligibility of PM WANI Yojana)

  • કોઈ પણ ભારત નો નાગરિક હોવો જોઈએ
  • વિદેશી પ્રવાસી પણ આ યોજના નો લાભ ઉઠાવી શકે છે.
  • તમારી પાસે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોવું જોઈએ જેમ કે ફોન, કોમ્પ્યુટર,ટેબ્લેટ
  • કોઈ ઉમર ની સીમા નથી કોઈ પણ લાભ લઇ શકે છે.
Read Also:   પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY) 2023: ઓનલાઈન અરજી, પાત્રતા,ફોર્મ

PM WANI યોજના ના ફાયદા (Benefits of PM WANI Yojana)

  • આ યોજના હેઠળ સરકાર દેશના તમામ મુખ્ય સાર્વજનિક સ્થળો પર વાઈફાઈ ઈન્સ્ટોલ કરશે.
  • પીએમ વાણી યોજના વડાપ્રધાન મોદીની વિવિધ મહત્વની યોજનાઓમાં સામેલ છે.
  • વાઇફાઇનો ઉપયોગ કરવા માટે લોકોએ પૈસા ચૂકવવા પડશે નહીં.
  • લોકો બિલકુલ ફ્રી માં WiFi નો ઉપયોગ કરી શકશે.
  • યોજનાને કારણે દેશમાં ડિજિટલ ઈન્ડિયાને પણ વેગ મળશે.
  • આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા દેશભરમાં મહત્વના સ્થળોએ પબ્લિક ડેટા સેન્ટર ખોલવામાં આવશે.
  • સાર્વજનિક ડેટા સેન્ટર ખોલવા માટે કોઈ એપ્લિકેશન ફી અથવા નોંધણીની જરૂર રહેશે નહીં.
  • આ યોજનાને વર્ષ 2020માં 9મી ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
  • સાર્વજનિક ડેટા સેન્ટર ખોલવા માટે, પ્રદાતાઓએ ટેલિકોમ વિભાગમાં નોંધણી કરાવવી જરૂરી છે.
  • ફ્રી વાઈફાઈના કારણે સામાન્ય લોકોને તો ફાયદો થશે જ, આ સિવાય ઓનલાઈન બિઝનેસ કરતા લોકોને પણ ઘણો ફાયદો થશે.
  • સ્કીમના કારણે જ્યારે ફ્રી ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે ત્યારે લોકો ઓનલાઈન બિઝનેસ કરવા માટે પ્રેરિત થશે.

PM WANI યોજના માટે ના દસ્તાવેજો (Required documents)

આ યોજના નો લાભ લેવા માટે કે મફત વાઇફાઇ ઉપયોગ કરવા માટે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ની જરૂર નથી પણ ફક્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોવું જોઈએ જેમ કે ફોન, કોમ્પ્યુટર,ટેબ્લેટ

PM WANI યોજના માટે online કઈ રીતે અરજી કરવી? (How to apply online application for PM WANI Yojana )

આ યોજના નો લાભ લેવા માટે કે મફત વાઇફાઇ વાપરવા માટે કોઈ પણ પ્રકાર ની અરજી કરવાની નથી કેમ કે આ ભારત સરકાર ની યોજના છે, અને સરકાર દ્વારા online અરજી નું કોઈ એવું નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું એટલે તમે આ યોજના નો લાભ કોઈપણ અરજી કર્યા વગર લઇ શકો છો , અને આ યોજનામાં મળનારું વાઇફાઇ ફ્રી છે એટલે કોઈ ચાર્જ પણ આપવાનો નથી. ફક્ત તમારી પાસે કોઈ પણ ઇલેક્ટ્રોનિક device હોવું જોઈએ જેમાં તમે ઈન્ટરનેટ વાપરી શકો.

PM WANI Yojana માટે ના હેલ્પલાઈન નંબર (Help Line Number)

અમે તમને આ લેખ દ્વારા બની સંપૂર્ણ અને સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ તમારે આ યોજના વિષે વધારે માહિતી લેવી હોય તો તમે પીએમ વાણી યોજના ના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર વાત કરીને લઇ શકો છો. ટોલ ફ્રી નંબર : 011-23372071
+91-80-25119898 (9 AM to 5 PM)
+91-11-26598700 (9 AM to 5 PM)

FAQ

PM WANI Yojana ક્યારે શરુ કરવામાં હતી?

ડિસેમ્બર 2020

PM WANI Yojana ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર

ટોલ ફ્રી નંબર : 011-23372071
+91-80-25119898 (9 AM to 5 PM)
+91-11-26598700 (9 AM to 5 PM)

PM WANI Yojana નો લાભ કોને મળશે?

કોઈ પણ ભારત ના નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ

PM WANI Yojana નું પૂરું નામ

પીએમ વાણી યોજના નું પૂરું નામ Prime Minister Wi-Fi Access Network Interface છે.

Leave a Comment